Wednesday, August 11, 2010

સ્તવના ની ભાવના

(આવારાપન બંજારાપન..)

આ મારુ મન , મારુ જીવન, નિત્ય રહે પ્રભુ ભક્તિ મા
નામ સ્મરણ અતિ પાવન , ખોલતા દ્વારો મુક્તિ ના

એક સહારો, નાથ તમારો, પ્રાણ થકી અમને પ્યારો
નેક વિચારો આવે અમને, રહેતો હરપળ સથવારો
એક અરજ છે રહેજો સદાયે, સાથ અમારા જીવન મા

આ મારુ મન , મારુ જીવન, નિત્ય રહે પ્રભુ ભક્તિ મા

આ દુનિયા છે મોહ માયા ની, પ્રક્રુતીયો પડછાયા ની
પાપ તણા કર્મો ની માળા, વિક્રુતીયો માનવતા ની
કેમ કરી બાકાત રહુ હૂ , ડર લાગે છે જીવન મા

આ મારુ મન , મારુ જીવન, નિત્ય રહે પ્રભુ ભક્તિ મા

નિશદિન તારી આસ લગાવું,, ભક્તિ ની જ્યોતી પ્રગટાવું,
નૈયા મારી , હાલકડોલક , કેમ કિનારે લઈ આવુ.

આ મારુ મન , મારુ જીવન , નિત્ય રહે પ્રભુ ભક્તિ મા

પાલનહારા, હે સથવારા, કોઇ નથી તુજ વિણ મારા
નાથ રહે તમ સાથ અમારો, વરસાવો કરુણા ધારા

આ મારુ મન , મારુ જીવન, નિત્ય રહે પ્રભુ ભક્તિ મા

નિત્ય રહે પ્રભુ ભક્તિ મા
નામ સ્મરણ અતિ પાવન
ખોલતા દ્વારો મુક્તિ ના
















(અબ તેરે બિન જી લેંગે હમ)

ભક્તિ ની ધુન , મીઠી લાગે
માનવી ને મન, પ્રીતી જાગે
સ્વસ્થતા, પ્રસન્નતા, સમતા મળે... ૨

દુ..ખો મા તન મન ઘેરાય ત્યારે
પ્રશ્નો મા જીવન દેખાય ત્યારે
કોઈ સાથ ના દે, ને મન મા હો મુંજવણ
બેચૈન મન મા થાય અથડામણ
દિલ મા હો બેકરારી, મન મા હો બોજ ભારી....૨
મનશાંતી, પ્રગટાવે, પ્રભુ ના સ્મરણ..
ભક્તિ ની ધુન , મીઠી લાગે
માનવી ને મન, પ્રીતી જાગે
સ્વસ્થતા, પ્રસન્નતા, સમતા મળે... ૨

દયા દાન કરુણા મનોમન જો આવે
સમતા જીવન મા સમાધાન લાવે
ભલે દુખ હો કોઈ, યા હો દરિદ્રતા
સંસાર સુખ મા હો, યા હો પ્રસન્નતા
ઈશ્વર સ્મરણ સદાયે, શ્રદ્ધા સુમન ખિલાવે...૨
ભવભવ ના ફેરા ને મળતા વિશ્રામ

ભક્તિ ની ધુન , મીઠી લાગે
માનવી ને મન, પ્રીતી જાગે






















(એ જાતે હુવે લમ્હો..)

હું આવુ મંદિરમા, નિરખુ હું તુજ પ્રતિમા.... મ્યુજિક
હું આવુ મંદિરમા, નિરખુ હું તુજ પ્રતિમા
પ્રભુ હસતા દેખાયે, મારુ મનડુ મલકાયે
મને એવુ લાગે જોયા કરું
હે પ્રભુ , હે પ્રભુ , હુ ..હુ...હુ...હુ
હે પ્રભુ , હે પ્રભુ , હે પ્રભુ.........
હે પ્રભુ , હે પ્રભુ , હુ ..હુ...હુ...હુ
હે પ્રભુ , હે પ્રભુ , હે પ્રભુ.........
હું આવુ મંદિરમા, નિરખુ હું તુજ પ્રતિમા

મારા અંતર ની છે ભાવના
ભક્તિ ભાવે કરુ પ્રાર્થના
હે જીનેશ્વર હુ માગુ મને
મુક્તિ મારગ ની છે ઝંખના.....

મારા કર્મો ને ખપાવા, નિરખુ હું તુજ પ્રતિમા
પ્રભુ હસતા દેખાયે, મારુ મનડુ મલકાયે
મને એવુ લાગે જોયા કરું
હે પ્રભુ , હે પ્રભુ , હુ ..હુ...હુ...હુ

પુજતા અર્ચતા સ્પર્ષતા
આત્મા ને મળે દિવ્યતા
તારા દર્શન થકી હે વિભુ
કર્મ બંધન બધા ટુટતા.....

આતમ ના અજવાળે, નિરખુ હું તુજ પ્રતિમા
પ્રભુ હસતા દેખાયે, મારુ મનડુ મલકાયે
મને એવુ લાગે જોયા કરું
હે પ્રભુ , હે પ્રભુ , હુ ..હુ...હુ...હુ
હે પ્રભુ , હે પ્રભુ , હે પ્રભુ.........

હું આવુ મંદિરમા, નિરખુ હું તુજ પ્રતિમા
પ્રભુ હસતા દેખાયે, મારુ મનડુ મલકાયે
મને એવુ લાગે જોયા કરું
હે પ્રભુ , હે પ્રભુ , હુ ..હુ...હુ...હુ
હે પ્રભુ , હે પ્રભુ , હે પ્રભુ.........









(ઔર ઇસ દિલ મે....)

ભક્તિ ની કોઇ રીત નથી રે.....૨
ભાવ કરું ને ભજન થઈ જાયે....૨
સાચા હ્ર્દય થી યાદ કરું ને....૨
બંધ નયન દર્શન થઈ જાયે.....૨

આસ્થા મન મા હો, ચિત્ત ભજન મા હો
પ્રભુ ની સ્તવના હો, સુરો સરગમના હો......૨
તન્મયતા મા ભજતા ભજતા (ભક્તિરસ પામે)....૨
શ્રદ્ધા ના ફુલો સુમન થઈ જાયે..૨
ભાવ કરો ને ભજન થઈ જાયે....૨

ભક્તિ ની કોઇ રીત નથી રે..
ભાવ કરું ને ભજન થઈ જાયે....૨

કરુણા કરનારા , પ્રભુ પ્રિયતમ પ્યારા
અહો તારણહારા, આસરો દેનારા.....૨
તારા વિના કેમ પાર કરુ હૂ. (ભવસાગર સંસાર)...૨
અથડાયે છે નૈયા અમારી....૨
પાર કરો ઉપકાર થઈ જાયે...૨

ભક્તિ ની કોઇ રીત નથી રે
ભાવ કરો ને ભજન થઈ જાયે
સાચા હ્ર્દય થી યાદ કરો ને
બંધ નયન દર્શન થઈ જાયે

સરળતા મન મા હો, પ્રેમ જીવન મા હો
હૈયે માનવતા હો, કર્મ બંધન ના હો.....૨
કપટ કસાયો દુર કરીને (ભુલ કરે સ્વીકાર)...૨
નિર્મળ ભાવના હૈયે વહેતા..૨
મન જીવન પાવન થઈ જાયે...૨















(ચડતા સુરજ ધીરે ધીરે ......) સ્કેલ - ડી (ઓરીજીનલ - એફ શાર્પ)

નથી રહ્યા નામી નામધારી નામવંતો..
રાખે ભળી ગયા ભલભલા શ્રીમંતો... મ્યુજિક..

ગુમાન જવાની નો નહી કર પસ્તાવો થશે...........૨
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે.. (કોરસ)
આથમી જશે..... આથમી જશે.....(કોરસ)
આથમી જશે..... આથમી જશે.....(કોરસ)

તુ અહીં મુસાફર છે, વાત જાણવાની છે
ચાર દિવસ મહેરબાન તારી જિંદગાની છે

જન જમીન જવેરાત સાથે તારા નહી આવે
ખાલી હાથ આવ્યો છે હાથ ખાલી રહી જાશે

જાણી ને અજાણ છો કરે છે કેમ નાદાની
તુ સમજ, જરુરી છે કઈક તો સમજવાની

કેમ છે તુ ખોવાયો અહમ માન માયા મા
જાત ને તુ ભુલ્યો મદ મોહ શાન કાયા મા

આજ સુધી જોયુ છે, પામનારે ખોયુ છે
સમજ થી ન ચાલનારે હિબકે હિબકે રોયુ છે

અસાર છે આ દુનિયા ને તોય એમા રંગાયા
સમજ નથી પડતી ચકડોળ મોહ ની માયા

પોતપોતની કથા મા છે બધાએ ખોવાયા.... છે બધાએ ખોવાયા...(કોરસ)
જિન્દગી ની ગડમથલ મા જાણે કેમ ડોળાયા...જાણે કેમ ડોળાયા..(કોરસ)

જાણીલે તુ.... જાણીલે આ અવસર ફરી ને નહી આવશે
ઉંઘ મા સુતો છે અજંપા મા ઝ...ળ...પા...શે
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે....(કોરસ)
આથમી જશે..... આથમી જશે....(કોરસ)
આથમી જશે..... આથમી જશે.....(કોરસ)

મ્રુત્યુએ જમાના ને બોધપાઠ આપ્યા છે
ભલભલા તવંગર ને રાખ મા ભડાવ્યા છે

શાહે સિકંદરના અરમાન જમાલી હતા
પણ ગયો એ દુનિયા થી હાથ તો ખાલી હતા

ક્યા ગયો એ બાદશાહ અને સાથીયો તેના
નથી રહ્યો પોરસ કે કોઇ હાથીયો એના


ગર્વ ગુમાની ની એ જીન્દગી ને જીવનારા
ક્યાં ગયા નથી ખબર એ હસ્તિયો મા રહેનારા

નાનો હોય કે મોટો છે બધાને જાવાનુ.... છે બધાને જાવાનુ....(કોરસ)
રંક હો તવંગર હો લાકડે છે બળવાનુ....લાકડે છે બળવાનુ....(કોરસ)

જેવા કર્મો.....જેવા કર્મો , તેવુ પામો...અહીં નુ અહીં પામશે
ગુમાની મા ચાલ ના તુ ઠેંસ ઠેબા લાગશે
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે.......(કોરસ)
આથમી જશે..... આથમી જશે....(કોરસ)
આથમી જશે..... આથમી જશે.....(કોરસ)

મોત સહુને આવે બાકાત કોણ રહેવાનુ
તુ બચી જશે તારી ભુલ છે સમજવાનુ

સ્વાંસ ખુંટતા તારા સગપણો તૂટી જાશે
બાપ મા બહેન પત્નિ બાળકો છુટીજાશે

તારા ભાઇયો તુજને તસ્વીરે મઢી દેશે
તારી માલ મિલકત ને હોશે હોશે લઈ લેશે

જેને તારા સમજે છે, ક્યા એ તારા સાથી છે
મસાણ છે તારી મઝિલ, ને બધા સંગાથી છે

નનામી તારા દેહ ની, ભડકા મા ભેડવી જાશે
માટલા ને ફોડી, મશાલે આગ દઈ જાશે

તારી પ્રીત ને અગ્ની દાહે જલાવી દેશે
તારા ચાહનારા તુજનેજ ભુલાવી દેશે

એટલેજ કહેવુ છે ખૂબ વિચારી જોને
જીવ તારો જોખમ મા છે તુ બચાવી લેને

કર ગુનાહ થી તોબા જાત સાંચવી લેને......જાત સાંચવી લેને....(કોરસ)
પ્રાણ નો ભરોસો ક્યા હોશ બચાવી લેને....હોશ બચાવી લેને....(કોરસ)

બંધ મુટ્ઠીએ ... બંધ મુટ્ઠીએ જન્મનારા, હાથ ખુલ્લા રહી જશે
ધન દોલત જાગીરો માથી શું મડ્યુ ને મેળવશે
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે.......(કોરસ)
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે.......(કોરસ)
આથમી જશે..... આથમી જશે..... ....(કોરસ)
આથમી જશે..... આથમી જશે..... ....(કોરસ)
ઉગતો સુરજ ધીમે ધીમે આથમતો આથમી જશે ....(કોરસ)



(ચલો રે ડોલી ઉઠાઓ કહાર....)

હો ..ભવસાગર મા નાવલડી મજધાર, પાર ઉતરવાની આસ જાગી
હો....ભવસાગર મા નાવલડી મજધાર, પાર ઉતરવાની આસ જાગી
વિનતી સેવકની હો સ્વીકાર , પાર ઉતરવાની આસ જાગી
ભવસાગર મા નાવલડી મજધાર, પાર ઉતરવાની આસ જાગી

નિત્ય પ્રભાત નવકાર સમરું
નિત્ય પ્રભુ તારા દર્શન કરું
કર જોડી શીશ નમાવીને
જીનવર તમારા પુજન કરું
અરજી સ્વીકારો ને હે કિરતાર
પાર ઉતારવાની આસ જાગી
ભવસાગર મા નાવલડી મજધાર, પાર ઉતરવાની આસ જાગી

અષ્ટપ્રકારી પુજા કરુ
ચૈત્યવંદના ભાવે કરુ
આરતી મંગળ દીપક ધરી
માંગલીક શાંતી કળશા ભરું
શ્રદ્ધા ભક્તિ હૈયે અપરંપાર
પાર ઉતારવાની આસ જાગી
ભવસાગર મા નાવલડી મજધાર, પાર ઉતરવાની આસ જાગી

તન મન ધન જીવન અર્પણ કરુ
સેવા સમર્પણ શ્રદ્ધા આચરુ
કપટ લોભ ક્રોધ મોહ વિસરી
દયા દાન શીલ ક્ષમા હુ ધરુ
પળ પળ મુંજાયે મન, તુ આધાર
પાર ઉતારવાની આસ જાગી
ભવસાગર મા નાવલડી મજધાર, પાર ઉતરવાની આસ જાગી

ભાવે ભાવના ભાવતા, ભાવે દીજે દાન
ભાવે જીનવર પુજતા, ભાવે કેવળ ગ્નાન
અજવાળા દેખાડો દીનદયાળ
પાર ઉતરવાની આસ જાગી, પાર ઉતરવાની આસ જાગી
પાર ઉતરવાની આસ જાગી, પાર ઉતરવાની આસ જાગી











(ચંદા ઓ ચંદા...)

ભક્તિ કરો ભક્તિ
ભક્તિ મા છે શક્તિ
ભક્તિ આપે મુક્તિ, પાલનહારા
પાર્શ્વનાથ પ્યારા, આધાર અમારા.........૨.

ભક્તિ કરું ભક્તિ
ભક્તિ મા છે શક્તિ
ભક્તિ આપે મુક્તિ પાલનહારા
પાર્શ્વનાથ પ્યારા, આધાર અમારા.........૨.
ભવસાગર માં ભટકી રહ્યો છું.
ભટકી ભટકી હવે થાકી ગયો છું. ....૨
આસરો તમારો, લો ઉગારો, તારણહારા...હો.
પાર્શ્વનાથ પ્યારા, આધાર અમારા.........૨.

ભક્તિ કરું ભક્તિ
ભક્તિ મા છે શક્તિ
ભક્તિ આપે મુક્તિ પાલનહારા
પાર્શ્વનાથ પ્યારા, આધાર અમારા.

મદ મોહ માયા , લોભ સમાયા
ચંચળ મન થી રહેતી, ક્રોધિત કાયા....૨
કાપો કશાયો, અટવાયો, ઓ સહારા હો..
પાર્શ્વનાથ પ્યારા, આધાર અમારા.

ભક્તિ કરું ભક્તિ
ભક્તિ મા છે શક્તિ
ભક્તિ આપે મુક્તિ પાલનહારા
પાર્શ્વનાથ પ્યારા, આધાર અમારા........ ૨.
















(ધીરે ધીરે ચલ ચાંદ ગગન મે...)

શોભે છે જિનરાજ મન મંદિરિયે
શોભે છે જિનરાજ મન મંદિરિયે
શોભે છે જિનરાજ મન મંદિરિયે
અરે..શોભે છે જિનરાજ મન મંદિરિયે.... (મેલ)

વિનવે છે દિલ આજ વંદન કરિયે
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે
વિનવે છે દિલ આજ વંદન કરિયે
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે.....(ફિમેલ)

તારા દર્શને, હું આવું પ્રભુ, હમેશા.......... (મેલ)
હો.. તારા સ્પર્શને, હું પામુ પ્રભુ હમેશા... (ફિમેલ)
તારા દર્શને, હું આવું પ્રભુ, હમેશા.......... (મેલ)
હો.. તારા સ્પર્શને, હું પામુ પ્રભુ હમેશા.... (ફિમેલ)
મન મા જાગે આસ તરતા તરિયે.......... (મેલ)
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે......(મેલ)
મુક્તિના અવકાશ પામતા ફરિયે .......... (ફિમેલ)
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે.....(ફિમેલ)
ક્રુપા તો કરો લો હૈયે ધરો હે ઈશ્વર.........(મેલ)
હો...દયા પાથરો, કરુણા કરો, જીનેશ્વર ..(ફિમેલ)
ક્રુપા તો કરો લો હૈયે ધરો હે ઈશ્વર........(મેલ)
હો...દયા પાથરો, કરુણા કરો, જીનેશ્વર ..(ફિમેલ)
ઝાલી લ્યો ને હાથ અમ તરવરિયે........ (મેલ)
શોભે છે જિનરાજ મન મંદિરિયે............ (મેલ)
મારા દિનાનાથ અમ કરગરિયે..............(ફિમેલ)
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે... (ફિમેલ)

આ જન્મો મળ્યા ,અસંખ્યો મને, ગુમાવ્યા....(મેલ)
હો...ન ધર્મ કર્યો, ન તમને કદી , સંભાર્યા... (ફિમેલ)
આ જન્મો મળ્યા ,અસંખ્યો મને, ગુમાવ્યા....(મેલ)
હો...ન ધર્મ કર્યો, ન તમને કદી , સંભાર્યા... (ફિમેલ)
ક્ષમા સ્વીકારો નાથ, જીવન ધરિયે........(મેલ)
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે... (મેલ)
મળ્યો આ માનવ ભવ પાવન કરિયે.... (ફિમેલ)
અરે...શોભે છે જિનરાજ મન મંદિરિયે... (ફિમેલ)

શોભે છે જિનરાજ.......(મેલ + ફિમેલ)







(દિલ મે હો તુમ...)

ચરણે ધરુ, શ્રદ્ધા સુમન , વંદન કરુ મારા સ્વામી
ચરણે ધરુ શ્રદ્ધા સુમન , વંદન કરુ મારા સ્વામી
ભીના નયન , કચવાતે મન
રુદન કરુ, મારા સ્વામી
જંખે, તને જંખે
ગુરુમા હૈયુ જંખે

એકાંતે એકલા કરી ગયા, સાથ છોડી ચાલ્યા ગયા તમે
તમારી યાદ સતાવે, મન થી ટૂટી ગયા અમે
એકાંતે એકલા કરી ગયા, સાથ છોડી ચાલ્યા ગયા તમે
તમારી યાદ સતાવે, મન થી ટૂટી ગયા અમે
અંધારે, અણધારે , ખોવાઈ ગયા મારા સ્વામી..
જંખે, તને જંખે
ગુરુમા હૈયુ જંખે

કોઈ તો ભૂલ થઈ હશે, સાથ અમારો ગમ્યો નહી
એક વાર કહી ને જોવુતો હતુ, અણસાર પણ આપ્યો નહી
કોઈ તો ભૂલ થઈ હશે, સાથ અમારો ગમ્યો નહી
એક વાર કહી ને જોવુતો હતુ, અણસાર પણ આપ્યો નહી
ભુલ્યા અમે , ગુરુવર તમે
એક વાર પાછા તો આવો

ચરણે ધરુ .. શ્રદ્ધા સુમન
વંદન કરુ, મારા સ્વામી
ભીના નયન , કચવાયે મન
રુદન કરુ, મારા સ્વામી
જંખે, તને જંખે
હેમરત્નસુરી...હૈયુ જંખે

સબંઘોની ઘટમાળમાં વહેતા જીવનને, પ્રેમનો માર્ગ બતાવનારા આપ છો,
દિલો દિમાગમાં થનગનાટ ભરી, પ્રેમની પરીભાષા સમજાવનારા આપ છો,
કેમ કરી ભૂલી શકુ તમને, આ સાવ અજાણ માર્ગમાં પ્રિયતમ,
મંજીલની ચરમ સીમાએ પહોચાડી, ભૂલી જજો કહેનારા પણ આપ છો.

નજરથી એકવાર નજર મીલાવી જોજો,
પ્રેમના કાંટાળા માર્ગ પર ચાલી જોજો,
દરેક પ્રત્યે આદર ત્યારે જ થશે જીવનમાં
નફરત ભૂલી દોસ્તીનો હાથ લંબાવી જોજો.

મારા પ્રેમની ઘણી વાત કરવા માગું છું,
જીવનની પ્રત્યેક ક્ષણ યાદ કરવા માંગું છું.
તમે તો ન કરી દરકાર મારી ચાહતની છતા,
એક વખત હજી મુલાકાત કરવા માગું છું.

સમજણના ‘સ’ ની ખબર ન હતી ત્યારે
સહજતાથી સ્વીકારતા શીખડાવ્યું આપે,
શબ્દના ‘શ’ ની ખબર ન હતી ત્યારે,
પ્રેમ તણી વાત કરતા શિખડાવ્યુ આપે,
ક્યાં ખબર હતી કે આ ક્ષણ
પણ કદીક આવશે જીવનમાં,
નફરતના ‘ન’ ની ખબર નહતી ત્યારે,
વિશ્વાસઘાત કરતા શિખડાવ્યુ આપે.


દિલ મે હો તુમ...

ભક્તિ કરું ,નાથ સમરું
અરજી સ્વીકારો અમારી
પુજા કરું, સ્તવના કરું
હૈયે ધરું મારા સ્વામી
સ્વામી , સિમંધર સ્વામી
વિતરાગી, અંતરયામી

માયા ને મોહે ફસાયા, ક્રોધ ને લોભે અટવાયા
રાગ ને દ્વેશ ભરીને, કપટ કશાયે અથડાયા
ભુલ્યા અમે , સ્વામી તમે
ભુલો ની માફી તો આપો
સ્વામી , સિમંધર સ્વામી
વિતરાગી, અંતરયામી

કરુણા સાગર હે પ્રભુ, શરણે તમારી હુ આવી ગયો
ભવ સાગર થી ઉગારો ભટકી ભટકી થાકી ગયો
તારો હવે, નાથ મને
કરુણા કરો મારા સ્વામી
ભક્તિ કરું ,નાથ સમરું
અરજી સ્વીકારો અમારી
ભક્તિ કરું ,નાથ સમરું
અરજી સ્વીકારો અમારી
પુજા કરું, સ્તવના કરું
હૈયે ધરું મારા સ્વામી
સ્વામી , સિમંધર સ્વામી
મહવિદેહી, અંતરયામી










(જિસ ગલી મે તેરા ઘર ના.)

આજ શ્રદ્ધા થી તુજને હું વંદન કરું
મુજને મુક્તિ નો મારગ બતાવો પ્રભુ.....
તારા દર્શન થી મન હરખાતુ ફરે
મારા અંતર મા આજે બિરાજો પ્રભુ
આજ શ્રદ્ધા થી તુજને હું વંદન કરું

મોહ ના બંધનો મુજને બાંધ્યા કરે
શોખ ના સાધનોમા પરોવ્યા કરે... મ્યુજિક
મોહ ના બંધનો મુજને બાંધ્યા કરે
શોખ ના સાધનોમા પરોવ્યા કરે.
પાપ અગ્નાનતા મા કરાવ્યા કરે
મોહ ને લોભ થી ક્રોધ સ્પંદન કરે....મ્યુજિક
મોહ ને લોભ થી ક્રોધ સ્પંદન કરે..
મુજને શાંતી નો મારગ બતાવો પ્રભુ
આજ શ્રદ્ધા થી તુજને હું વંદન કરું

હક અપેક્ષા અહમ ને અસંતોષતા
માન સન્માન માયા ની મદહોશતા... મ્યુજિક
હક અપેક્ષા અહમ ને અસંતોષતા
માન સન્માન માયા ની મદહોશતા
ગર્વ ગુમાન કાયા ઘણી પોસતા.
દોશ મારાજ મુજને સતાવ્યા કરે...મ્યુજિક
દોશ મારાજ મુજને સતાવ્યા કરે
રાગ દ્વેશો થી મુજને બચાઓ પ્રભુ
આજ શ્રદ્ધા થી તુજને હું વંદન કરું
મુજને મુક્તિ નો મારગ બતાવો પ્રભુ.....
તારા દર્શન થી મન હરખાતુ ફરે
મારા અંતર મા આજે બિરાજો પ્રભુ
આજ શ્રદ્ધા થી તુજને હું વંદન કરું
















(કોઈ હોતા જિસકો અપના)

ચાલો જઈયે પ્રભુ ના શરણે, ચરણો મા શીશ ધરી દઈયે
પ્રભુ ની દ્રષ્ટી પામી ને, દુખો દૂર કરી લઈયે...... २ ... મ્યુઝિક

પાપો કર્યા કોઈ એવા, કર્મો ના બંધન બાંધ્યા
કદી વિચાર્યા નહી પરિણામ એના......२
આસક્ત મન ભટકાવ્યુ મુરખ મન સમઝેના..... મ્યુઝિક

ચાલો જઈયે પ્રભુ ના શરણે, ચરણો મા શીશ ધરી દઈયે
પ્રભુ ની દ્રષ્ટી પામી ને, દુખો દૂર કરી લઈયે..... મ્યુઝિક

સુખો ના રાગે રમતા, ભુલ્યા માનવતા સમતા
મોહ માયા મા ખુંચતા રહ્યા.
ભીનાશ હૈયા ની વિસરી, ધર્મી બન્યા કદીના.. .. મ્યુઝિક

ચાલો જઈયે પ્રભુ ના શરણે, ચરણો મા શીશ ધરી દઈયે
પ્રભુ ની દ્રષ્ટી પામી ને, દુખો દૂર કરી લઈયે.

ચાલો જઈયે પ્રભુ ના શરણે, ચરણો મા શીશ ધરી દઈયે
પ્રભુ ની દ્રષ્ટી પામી ને, દુખો દૂર કરી લઈયે.


























(કોઇ જબ તુમ્હારા હ્રિદય...)

આતમ મને આજ પુછી રહ્યુ
મે માન્યુ કદીના હ્રદય નુ કહ્યુ
રહી રહી ને કહેતુ મારુ મન મને
મડ્યુ તોય જીવન મા કઈ ના કર્યુ વ્યર્થ જીવન ગયુ

આતમ મને આજ પુછી રહ્યુ
મે માન્યુ કદીના હ્રદય નુ કહ્યુ..... મ્યુઝિક
જન્મ મડ્યો માનવી નો મને
ધર્મ મડ્યો મહાવીર નો મને
પુણ્ય ઉદય થી આ ભવ તો મડ્યો
ન જાણી શક્યો મારા જીવન ને
આચરણ મા ધરમ ને મે લીધો નહી
ભક્તિ રસ નો પ્યાલો મે પીધો નહી
સમય મે ગુમાવ્યો ગુમાની ભર્યો
આ જીવન ની મહીમા ને જાણી નહી, શુ મે કર્યુ

આતમ મને આજ પુછી રહ્યુ
મે માન્યુ કદીના હ્રદય નુ કહ્યુ
રહી રહી ને કહેતુ મારુ મન મને
મડ્યુ તોય જીવન મા કઈ ના કર્યુ વ્યર્થ જીવન ગયુ..... મુઝિક

અગ્નાનતા થી ડરુ છુ હવે
મને મુક્તિ નો કોઇ મારગ મળે
સેવા સમર્પણ ને શ્રદ્ધા સબૂર
વાત્સલ્ય કરુણા દયા જો ભળે
ચિંતન મનન હું કરુ છુ હવે
આ જીવન સમર્પણ કરુ છુ હવે
મને આસરો જો તમારો મળે
મળી જાય મુક્તિ હુ અર્જી કરુ, હ્રદય પાથરું

આતમ મને આજ પુછી રહ્યુ
મે માન્યુ કદીના હ્રદય નુ કહ્યુ
રહી રહી ને કહેતુ મારુ મન મને
મે જીવન ગુમાવ્યુ, આસક્તિ ભર્યુ નતુ ધાર્યુ ... મ્યુજિક










(કુછ તો લોગ કહેંગે)

ચાલો ને જીનાલય જઈયે , પ્રભુજી ને વંદન કરિયે
પડતા મુકી કર્મો ને, ઘડી બે ઘડી મંથન કરિયે.....
ચાલો ને જીનાલય જઈયે , પ્રભુજી ને વંદન કરિયે
પડતા મુકી કર્મો ને, ઘડી બે ઘડી મંથન કરિયે.....

આ માયા જગતની એવી છે, રહેશે મન પાપ ને કર્મો મા.......... ૨
નથી મળતો સમય પ્રભુ ભક્તિ નો, દિવસો વીતે છે અધર્મો માં
જીવન સંધ્યા વીતે પહેલા, જીન દર્શન તો કરી લઈયે ......
ચાલો ને જીનાલય જઈયે , પ્રભુજી ને વંદન કરિયે
પડતા મુકી કર્મો ને, ઘડી બે ઘડી મંથન કરિયે.....

એક વખત અચાનક જીવન મા , થાશે એવુ તો નવાઇ નહી..... ૨
સંસાર સુખો તો બંધન છે મિથ્યા છે કોઇ સચ્ચાઇ નહી
એ મોહ માયા ના બંધન થી છુટકારો પામી લઈયે.
ચાલો ને જીનાલય જઈયે , પ્રભુજી ને વંદન કરિયે
પડતા મુકી કર્મો ને, ઘડી બે ઘડી મંથન કરિયે.....




























(માના હો તુમ બેહદ હંસી..)

આધાર તુ , નિરાધાર હું , મારા પ્રભુ, પાલનહાર તું
આધાર તુ , નિરાધાર હું , મારા પ્રભુ, પાલનહાર તું

તારી દયા નો, પાર નથી, દિલદાર તું , સરકાર તું
આધાર તુ , નિરાધાર હું , મારા પ્રભુ, પાલનહાર તું

અવસર મને આજે મળ્યો
ચાહુ છુ કહી દંઉ ભુલો પડ્યો
મુંજવણ રહી હર પળ મને
કહી ના શક્યો હુ કોઇ દી તને
આજે કહું, સાંભડજો
મારા પ્રભુ તારણહાર તું

આધાર તુ , નિરાધાર હું, મારા પ્રભુ, પાલનહાર તું

હર પળ કરી ભુલો ઘણી
કદી ના વિચાર્યુ શ્રાવક બની
સમજ્યો નહી, જીવન તણી
ઓછપ હતી સમજણ ની
આજે કહું દિલ થી તને
ક્ષમા આપજો ગુનેહગારને

આધાર તુ , નિરાધાર હું, મારા પ્રભુ, પાલનહાર તું
તારી દયા નો પાર નથી, દિલદાર તું , સરકાર તું





















મૈ કહી કવી ના બન જાઉ

હું અહી, ફરી ને આવ્યો છું સ્તવના તમારી કરવા
હું અહી, ફરી ને આવ્યો છું સ્તવના તમારી કરવા
હું અહી, ફરી ને આવ્યો છું

મારી ભાવના છે આજે, ભજનો તમારા ગાઉં....૨
પુજન કરી તમારુ, ભક્તિ મા ભીનો થાઉં
મારુ મન કહે છે તમને, પુષ્પો થી હું વધાવું
હું અહી, ફરી ને આવ્યો છું સ્તવના તમારી કરવા
હુ અહી, ફરી ને આવ્યો છુ સ્તવના તમારી કરવા
હું અહી, ફરી ને આવ્યો છું

પ્રભુ નામ હૈયે લેતા, અંતર મા જ્યોત પ્રગટે....૨
પ્રભુ ભક્તિ મા રંગાતા, મારા રોમે રોમ હરખે
અગ્નાન ના અંધારે, આતમ ઉજાસ જંખે
હું અહી, ફરી ને આવ્યો છું સ્તવના તમારી કરવા
હુ અહી, ફરી ને આવ્યો છુ સ્તવના તમારી કરવા
હું અહી, ફરી ને આવ્યો છું

અરજી સુનો અમારી, ભટકી રહ્યો છુ સ્વામી....૨
તારી લો નાથ અમને, મારગ તો દો બતાવી
કરુણા કરો ને સ્વામી, હે નાથ અંતરયામી.
હું અહી, ફરી ને આવ્યો છું સ્તવના તમારી કરવા
હુ અહી, ફરી ને આવ્યો છુ.સ્તવના તમારી કરવા
હુ અહી, ફરી ને આવ્યો છુ.





















(મૈ શાયર બદનામ...)

તુ પ્રભુ તારણહાર
તુ પ્રભુ તારણહાર, હો... હુ નમુ હુ નમુ
મહિમા નો નહી પાર , હો.. હું નમુ હું નમુ
તુ પ્રભુ તારણહાર

અરિહા સિદ્ધા શરણમ , સાહુ ધમ્મો શરણમ
ચારે શરણા હોજો, જિન આગ્ના મમ હ્રદયમ
ભવસાગર ને તરવા , શ્રદ્ધા અપરંપાર..
હો.. હું નમુ ... હું નમુ...
તુ પ્રભુ તારણહાર

ભાવે ભાવના ભાવી, ભાવે કરતા દાન
ભાવે જીનવર પુજી, ભાવે કેવળ ગ્નાન
ભાવે પ્રભુ ને ભજતા, માગુ મોક્ષ ના દ્વાર..
હો... હું નમુ... હું નમું...
તુ પ્રભુ તારણહાર

શાશ્વત મુજ જિન શાશન મોક્ષતણો આધાર
દર્શન ગ્નાન ચારિત્ર્ય મુળ સંસ્કારી સાર
આગમ અતિશય ઉજળા આપે ગ્નાન અપાર..
હો... હું નમુ... હું નમું...
તુ પ્રભુ તારણહાર
તુ પ્રભુ તારણહાર
તુ પ્રભુ તારણહાર, હો... હુ નમુ હુ નમુ
મહિમા નો નહી પાર , હો.. હું નમુ હું નમુ
તુ પ્રભુ તારણહાર


















(સજનવા બૈરી હો ગયે હમાર)

સોના મા સુગંધ ભળે.... સિતાર
સોના મા સુગંધ ભળે
એક ઘડી પ્રભુ ઉર એકાંતે
એક ઘડી પ્રભુ ઉર એકાંતે
આવી ને પ્રેમે મળે
સોના મા સુગંધ ભળે....સિતાર

ખોયુ હોય જીવન મા જે જે, પાછુ આવી મળે
ખોયુ હોય જીવન મા જે જે, પાછુ આવી મળે
જ્યાં જ્યાં હાર થઈ જીવન માં, ત્યાં ત્યાં જીત મળે
મન મોહનજી આ આતમ નો
મન મોહનજી આ આતમ નો સાચો સબંધ ફળે
સોના મા સુગંધ ભળે.

ના કઈ લેવુ ના કઈ દેવુ ચિંતા મનની ટળે
ના કઈ લેવુ ના કઈ દેવુ ચિંતા મનની ટળે
ના હોય જનમ ના હોય મરણ ફેરા ભવના ટળે
ના હોય જનમ ના હોય મરણ
ના હોય જનમ ના હોય મરણ ફેરા ભવના ટળે
સોના મા સુગંધ ભળે.
એક ઘડી પ્રભુ ઉર એકાંતે આવી ને પ્રેમે મળે
સોના મા સુગંધ ભળે, સોના મા સુગંધ ભળે,... સિતાર























सुरमयी अंखियो मे नन्हा मुन्ना एक..... येसुदास

धर्म ही जीवन मे हमेशा राह दिखाता है.....२
सुख दुख दोनो छांया रे, कर्म की है ये माया रे
जैसे करम फल पाये हम.. २
धर्म ही जीवन मे हमेशा राह दिखाता है

सच और जुठ की दुनिया देखी
स्वार्थ मे लूटती दुनिया देखी
मतलब वाली कपट मे रहनेवाली
मानवता डरती रही राह से अपने हटती रही

धर्म ही जीवन मे हमेशा राह दिखाता है.
सुख दुख दोनो छांया रे, कर्म की है ये माया रे
जैसे करम फल पाये हम....२

मद और मोह मे रहनेवाले
लोभ क्रोध को करनेवाले
इतना करले प्रभुजी का नाम ही लेले
ज्योत अगर ये जल गयी, समजो किस्मत खुल गयी

धर्म ही जीवन मे हमेशा राह दिखाता है
सुख दुख दोनो छांया रे, कर्म की है ये माया रे
जैसे करम फल पाये हम..
जैसे करम फल पाये हम..
जैसे करम फल पाये हम..
जैसे करम फल पाये हम...




















(બસ યહી અપરાધ મૈ હર બાર)

તુ મને ભગવાન એક વરદાન... ૨
જ્યા વસે છે તુ મને ત્યા સ્થાન આપી દે...૨
તુ મને ભગવાન એક વરદાન... ૨
જ્યા વસે છે તુ મને ત્યા સ્થાન આપી દે...૨

હુ જીવુ છુ એ જગત મા જ્યાં નથી જીવન
જીન્દગી નુ નામ છે બસ બોઝ ને બંધન
હુ જીવુ છુ એ જગત મા જ્યાં નથી જીવન
જીન્દગી નુ નામ છે બસ બોઝ ને બંધન
આખરી અવતાર નુ મંડાણ બાંધી દે....૨
જ્યા વસે છે તુ મને ત્યા સ્થાન.....૨

આ ભુમિ મા ખુબ ગાજે પાપ ના પડ્ઘમ
બેસુરિ થઈ જાય મારી પુણ્ય ની સરગમ
આ ભુમિ મા ખુબ ગાજે પાપ ના પડ્ઘમ
બેસુરિ થઈ જાય મારી પુણ્ય ની સરગમ
દિલરુબા ના સાજ નુ ભંગાણ સાંધી દે......૨
જ્યા વસે છે તુ મને ત્યા સ્થાન આપી દે...૨

રોમ તન મા જ્યા લગી છે સહુ કરે શોશણ
જોમ જાતા કોઇ અહિયા ના કરે પોશણ
રોમ તન મા જ્યા લગી છે સહુ કરે શોશણ
જોમ જાતા કોઇ અહિયા ના કરે પોશણ






















તુમ ભી ચલો , હમ ભી ચલે

તુમ ભી કરો , હમ ભી કરેં , કરતે રહે પ્રાર્થના.
ના કોઇ ચિંતા, ના ફિકર, નિર્મલ રહે ભાવના... ૨

અટકે રહે હમ , સંસારી બાતોં મે..
ભટકે હરદમ, અંધેરી રાતો મેં.. હો..
કોઈ ઉજાલે કી ઓર, એક કદમ હમ ચલે
ના રહે ક્રોધી, ના લોભ હો, ના રહે વાસના....

તુમ ભી કરો , હમ ભી કરેં , કરતે રહે પ્રાર્થના.
ના કોઇ ચિંતા, ના ફિકર, નિર્મલ રહે ભાવના... ૨

ધર્મી બને હમ , માનવતા સે ભરે
દાની અને હમ, દયા દિલ મે ઉભરે... હો.
કર્મ ઐસે કરેં, પાપ સે હમ ડરેં
પ્યાર દિલ મે હો ઔર સદા , ખુશીયોંકી હો કામના

તુમ ભી કરો , હમ ભી કરેં , કરતે રહે પ્રાર્થના.
ના કોઇ ચિંતા, ના ફિકર, નિર્મલ રહે ભાવના... ૨



























યાદ ના જાયે બીતે દિનો કી...

યાદ ના આવે સુખ મા તમારી
દુખ આવે જ્યારે જ્યારે, તુ યાદ આવે . પ્રભુ......
તુ..ઉ.. યાદ આવે....

યાદ ના આવે સુખ મા તમારી
દુખ આવે જ્યારે જ્યારે, તુ યાદ આવે . પ્રભુ.....
તુ..ઉ.. યાદ આવે....

સુખ મા હુ હસતો રમતો , જીવન વીતા...વુ
કર્મો ના ભેદ ના જાણુ, કર્મો બંધા..વુ
અગ્નાનતા ના વમળ મા
અગ્નાનતા ના વમળ મા
હુ જાતે ખુદ ને ફસાવું
કેમ કરી સમજાઊં

યાદ ના આવે સુખ મા તમારી
દુખ આવે જ્યારે જ્યારે, તુ યાદ આવે . પ્રભુ......
તુ..ઉ.. યાદ આવે....

દુખ મા હુ રડતો રડતો , દ્વાર તારે આવુ
વિનતી કરુ કરગરતા , શીશ નમા..વુ
તારી દયા છે કેવી
તારી દયા છે કેવી
તોયે તુ મુજને બચાવે
દયા ના વ્હેણ વહાવે

યાદ ના આવે સુખ મા તમારી
દુખ આવે જ્યારે જ્યારે, તુ યાદ આવે . પ્રભુ......
તુ..ઉ.. યાદ આવે....
યાદ ના આવે સુખ મા તમારી















જીન્દગી કા સફર હૈ યે...

હે જિનેશ્વર પ્રભુ વંદના વંદના
મુક્તિ મારગ મળે પ્રાર્થના પ્રાર્થના
એક સહારો મને , આસરો આપ ને
મારો આશય ફળે, અંત આરાધના... મ્યુઝિક

મારો આશય સરળ, ભાવના હુ કરું..ઉ..ઉ.
ભવ ભ્રમણ મુક્ત હો ચાહના હુ કરું
થાક લાગે હવે, કોઇ કરુણા તો કર
સ્થાન આપો મને અર્ચના હું કરૂ .......મ્યુઝિક
સ્થાન આપો મને અર્ચના અર્ચના
મુક્તિ મારગ મળે પ્રાર્થના પ્રાર્થના ...મ્યુઝિક

કર્મ ના બન્ધને દોડતોજ રહ્યો.....ઓ..ઓ
ધર્મ કીધો નહી માથે બોજ રહ્યો
આજ લાગે મને વ્યર્થ જીવન ગયુ
દોડતા દોડતા હાંફ્તોજ રહ્યો........ મ્યુઝિક
એક તુ આસરો અભ્યર્થના યાચના
મુક્તિ મારગ મળે પ્રાર્થના પ્રાર્થના ..મ્યુઝિક



























ઓ હંસીની...

આ જિંદગી, મારી જિંદગી
અમથી ગઈ, મને સમઝાયુ ના કેમ કરીને, વહેતી ગઈ...
આ જિંદગી, મારી જિંદગી
અમથી ગઈ, મને સમઝાયુ ના કેમ કરીને, વહેતી ગઈ...
આ જિંદગી...

હે.. મન અસ્થિર રહે ને કરે વિચારો
હે... દૂર થતો દેખાતો ફરે કિનારો
હે... અંધારા મા ભટકુ નથી સહારો
હે... દીનદયાળા અજવાળા દેખારો
આ જિંદગી...

હે.. કરુણા ના કરનારા રાહ બતાવો
હે.. નાંવ ચડી ચક્ડોળે પાર લગાવો
હે.. પાલનહારા આતમ જ્યોત જગાવો
હે.. મારા હૈયે પાવનતા પ્રગટાવો

આ જિંદગી... મારી જિંદગી....
અમથી ગઈ, મને સમઝાયુ ના કેમ કરીને, વહેતી ગઈ...



(દિલ ઢુઢતા હૈ ફિર વહી ફુર્સત..)

પલ પલ જીવન સરતું જાય છે.....
સમઝે નહી , પાગલ મન ડરતું જાય છે...
પલ પલ જીવન સરતું જાય છે

નાનપણ રમતે ગયું, યુવાની ગુમાન માં.... ૨
ઘડપણ દેખતે થયુ, ગુમાવ્યુ અજાણ માં
તોયે આ જીવ સમઝે નહી...ફરતૂ જાય છે...

સમઝી ને, સમઝી શકે, ને સમય સાચવે....૨
ભુલો ને જાણી શકે ને ધરમ આચરે
ટુટે કરમ, ટુટે ભરમ, મુક્તિ થાય છે.
પલ પલ જીવન...









(યે રાત યે ચાંદની ફિર કહાં)

હાં હાં હાં હા હા હાં...
તુ મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તુ મને, સ્થાન દે..... (૨ સ્પેસ)
તુ મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તુ મને, સ્થાન દે.....

હુ હુ હુ...હુ હુ હુ...
હે... હુ જીવ છું એ જગત માં,
હુ જીવ છું એ જગત માં...જીવન નથી..
હુ જીવ છું એ જગત માં,
હુ જીવ છું એ જગત માં...જીવન નથી..

આશયો થી ભાગતી, બોજ જેવી લાગતી, બંધનો ની જિદગી, હર ઘડી ફસાવતી
આખરી અવતાર નુ મડાણ બાંધી દે, જ્યા વસે છે તુ મને , સ્થાન દે

હુ હુ હુ...હુ હુ હુ...
હે... આ ભુમી મા ખુબ ગાજે
આ ભુમી મા ખુબ ગાજે..પડઘમ પાપ ના.
આ ભુમી મા ખુબ ગાજે
આ ભુમી મા ખુબ ગાજે પડઘમ પાપ ના
બેસુરા થતા જતા, જાણે એ હતા નતા, સરગમો આલાપના, તાલ ની અસમાનતા
દિલરુબા ના તાર નુ ભંગાણ સાંધી દે, જ્યા વસે છે તુ મને , સ્થાન દે

હે....રોમ તન મા જ્યાં લગી છે
રોમ તન મા જ્યાં લગી છે..શોષણ સહુ કરે.
રોમ તન મા જ્યાં લગી છે .
રોમ તન મા જ્યાં લગી છે..શોષણ સહુ કરે
(જોમના ઓછા થતા, પુણ્ય ઘટતુ દેખતા, પોશણ નહી કરે, કર્મ ની મહાનતા) ..૨
મતલબી સંસાર નુ જોડાણ કાપી દે..
જ્યા વસે છે તુ મને , સ્થાન દે

તુ મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તુ મને સ્થાન દે
સ્થાન દે, સ્થાન દે, સ્થાન દે













(તેરી દુનિયા સે હોકે મજબૂર ચલા...)

અમીરસાશ્રીજી, પુણ્ય પ્રભા......વે.....
તમને વંદન, અભિનંદન, ભક્તિ ભાવે
અમીરસાશ્રીજી

અમીરસાશ્રીજી પુણ્ય પ્રભા......વે.....
તમને વંદન, અભિનંદન, ભક્તિ ભાવે
અમીરસાશ્રીજી

પ્રશમ ધર્મા, હર્શ ધરા , સાંઘાણી ચોમાસુ કરે
કાર્યદક્ષ ક્રુત પુણ્યે, ધન્યતા મગ્નતા ધરે
હીતસ્વીતા મૈત્રિધરા
હીતસ્વીતા મૈત્રિધરા, ગ્નાન દીપ પ્રગટાવે..

અમીરસાશ્રીજી પુણ્ય પ્રભા......વે.....
તમને વંદન, અભિનંદન, ભક્તિ ભાવે
અમીરસાશ્રીજી

શાંતિસુધા પાર્ક કહે, મોક્ષ ધર્મ પામ્યા અમે
અક્ષયરસ અપુર્વરસે કૈવલ્યરસ પામ્યા અમે
પ્રમીતરસ જીતપુણ્યે
પ્રમીતરસ જીતપુણ્યે જીનેશ્વર સાક્ષી હવે

અમીરસાશ્રીજી પુણ્ય પ્રભા......વે.....
તમને વંદન, અભિનંદન, ભક્તિ ભાવે
અમીરસાશ્રીજી




















(ચલો રે ડોલી ઉઠાઓ.)

હો ભક્તિસુરીદાદા નો પુણ્ય પ્રભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ
હો અમીરસા પ્રશમમોક્ષ ધર્મ નો વરસાવ
સંઘે જગાડ્યા ભક્તિ ભીના ભાવ

ઉર્મી હૈયેને હેતના વહાવ
સોળે સાધવીજીના મીઠા સ્વભાવ
ભક્તિસુરીદાદા નો પુણ્ય પ્રભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ

ઉગ્ર વીહાર, પાલીતાણા થી, મુંબઈનગરે પગલા કર્યા
સંઘે ... સંઘે ..દરશન કરતા, ચોમાસા મંડાણ થયા

સ્વીકારી વિનતી શ્રીસકળ સંઘ ની
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ
ભક્તિસુરીદાદા નો પુણ્ય પ્રભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ

કાર્યદક્ષ હર્શથી મૈત્રીધરા, ક્રુતપુણ્યા ધન્યતા હિતસ્વીતા
કૈવલ્યઅક્ષય અપુ...ર્વ પ્રમીતરસા, જિતપુણ્યા મગ્નતા જીનેશ્વરા,
તપોનીધી સ્વાધ્યાયી શાંત સ્વભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ
ભક્તિસુરીદાદા નો પુણ્ય પ્રભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ

પ્રશમ ધર્મા સાંઘાણી ને આંગણે, મોક્ષધર્મા શાંતિસુધા વસો
ઘણીઘણી ખમ્મા છે આપને, ચોમાસાના લાભ ફરી આપશો
અમીરસાશ્રીજી કરો વિનતી સ્વીકાર, શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ
ભક્તિસુરીદાદા નો પુણ્ય પ્રભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ
દર્શન ગ્નાન ચારીત્ર્ય કરુણા, સમ્યક તપ આ....રાધના
વાત્સલ્ય પ્રિતી આનંદ ઝરણા, જિનશાશન ની જંખના
સોળ સાધ્વીયો તમને વંદન હજાર, રુણ છે તમારા અમને સ્વીકાર
ભક્તિસુરીદાદા નો પુણ્ય પ્રભાવ
શાંતિસુધા સાંઘાણી પામે ભક્તિભાવ .









(એક હસીન શામ કો...)

ભક્તિસુરી પુણ્યપ્રભા
હાજરા હજૂર છો તમે
અમીરસા, મોક્ષધર્મા પ્રશમધર્મા છો તમે
ભક્તિસુરી પુણ્યપ્રભા
હાજરા હજૂર છો તમે

હર્શધરા કાર્યદક્ષા ક્રુતપૂણ્યા હિતસ્વીતા
મૈત્રીધરા મગ્નતામા ધન્યતાની ઓજસ્વીતા
સ્તવના કરીયે તમારી અમારા નામ થી

ભક્તિસુરી પુણ્યપ્રભા
હાજરા હજૂર છો તમે
અમીરસા, મોક્ષધર્મા પ્રશમધર્મા છો તમે

અપુર્વરસા અક્ષયરસા કૈવલ્યરસા પ્રમીતરસા
જીતપુણ્યા જીનેશ્વરા અમે મોક્ષ ના છે તરસ્યા
હવે મુક્તિ અપાવો અપાવો મારા નાથ

ભક્તિસુરી પુણ્યપ્રભા
હાજરા હજૂર છો તમે
અમીરસા, મોક્ષધર્મા પ્રશમધર્મા છો તમે























ચાર ભાવના
સહુ પ્રાણી આ સંસાર ના, સન્મિત્ર મુઝ વ્હાલા થજો
સદગુણ મા આનંદ માણુ, મિત્ર કે વેરી હજો.
દુખિયો પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા,
શુભ ભાવના પ્રભુ ચાર આ, પામુ હ્રિદય મા સ્થિરતા

આરતી (તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પુજા)
જય જય આરતી...
જય જય આરતી આદિ જિણંદા. , નાભિરાયા મરુદેવીકો નંદા ....
પહેલી આરતી પુજા કી જય, નરભવ પામી ને લાહો લીજે,
દુસરી આરતી દીનદયાળા, ધુલેવા મંડપ મા જગ અજવાળા
તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા ...
જય જય આરતી
ચૌથી આરતી ચૌગતી ચુરે, મનવાંછિત ફલ સિવસુખ પુરે
પંચમી આરતી પુણ્ય ઉપાયો, મુળચંદે રીશભ ગુણ ગાયો
જય જય આરતી...

મંગળ દીવો

દીવો રે દીવો પ્રભુ, મંગલિક દીવો,
આરતી ઉતારીને બહુ ચિરંજીવો

સોહામણો ઘેર પર્વ દીવાલી,
અંબર ખેલે અમરા બાલી

દીપાલ ભણે એણે કુલ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી

દિપાલ ભણે એને એ કલિકાલે,
આરતી ઉતારી રાજા કુમારપાલે

અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘ ને હોજો

દીવો રે દીવો...












(મૈ તો હર મોડ પર દુંગા...)

અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
એક તુ આસરો, નાથ કરુણા કરો, મારા સંકટ હરો...
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ

તારા દર્શને હુ તો આવું પ્રભુ,
ભાવ ભીના ભજન હું તો ગાવું પ્રભુ,
તારા દર્શને હુ તો આવું પ્રભુ,
ભાવ ભીના ભજન હું તો ગાવૂં પ્રભુ,
ચૈત્યવંદન કરી, સાથિયાઓ પુરી, વંદના હું કરું
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
એક તુ આસરો, નાથ કરુણા કરો, મારા સંકટ હરો...
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ

પરમાત્મા છે તુ પામરાત્મા છુ હું
ગ્નાન દર્શન ચારિત્ર્ય ની પ્રતિમા છે તું
પરમાત્મા છે તુ પામરાત્મા છુ હું
ગ્નાન દર્શન ચારિત્ર્ય ની પ્રતિમા છે તું
મિથ્યાત્વ હરો, સમકિતી સંચરો, યાચના હું કરું
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ
એક તુ આસરો, નાથ કરુણા કરો, મારા સંકટ હરો...
અંતરયામી જીનેશ્વર મારા પ્રભુ