Saturday, August 30, 2008

ઝાડ્વા ની દુકાન્

ઝાડવા યે માંડી છે છાંયડા ની દુકાન ,
ધંધા મા રોકી છે , સઘડી એ મુડી
જે છે એના ફળ , ફુલ અને પાન

ધંધાના સરવાળા ન જાણે ઝાડવુ
ના જાણે એ કેમ ચલાવે છે પોતાનો કારભાર્
આવનાર માગે છે ચપટી ભર છાંયડો
અને એ તો આપે છે ખોબાભરી ટાઢ્ક છાંયાદાર

ક્યારેક પાનખર ના માર , તો ક્યારેક ઠંડી ગરમી વરસાદ નો ભાર
લુટાય્ તો છે એની મુડી, પણ એણે મન, સંતોષ્ પારાવાર
સહન શક્તી મા મહાન આપે છે સમર્પણ નો સાર
કહે છે કે હે માનવી, બન સમઝ્દાર , જાગૃત કર પ્યાર
હુ જેમ લુટાવુ છુ મારી મુડી ની હુંફ છાંયાદાર
તુ પણ ભુલી વેરે ઝેર, આપ માનવતારુપી છાંયા ના અણસાર

પણ આજ કોઇને સમય ક્યાં છે ?
માનવતા ની એ મહેક ક્યાં છે ?
ઝાડવા ની દુકાન મા કોઇને રસ ક્યાં છે ?
ઝાડવા નો તો ચાલતો રહેશે વેપાર ,
આ માનવી ને ઝાડવા ની ઝરુર ક્યાં છે ?

આ માનવી ને ઝાડવા ની ઝરુર ક્યાં છે ?
જો લાગે આ શબ્દો કોઇ તીર જેવા તમને
મન બનાવે વ્યાકુળ્ અને ચુભન આપે તમને
તો હાથ જોડી વિનતી છે આટ્લી સહુને,
કે ઝાડવુ બની છાંયડો તમે આપજો માનવીને,

માનવાતા નો છાંયડો તમને બનાવશે મહાન
કેમ કે ઝાડવા યે માંડી છે છાંયડા ની દુકાન .

વ્યક્તિગત સન્દેશ્

આપણે સાધુ ન બની શકિયે , પણ સીધા તો બનીયે.
આપણે સન્ત ન બની શકિયે, પણ શાન્ત તો રહીયે.
આપણે મહારાજ ન બનિ શકિયે, પણ નારાજ તો ન થઈયે.
આપણે યોગી ન બની શકિયે , પણ ઉપયોગી તો બનીયે.

તારી જવાની

આ મસ્તી મા સસ્તી થતી ઝિઁદગાની
આ મસ્તી મા ચક્ચૂર તારી જવાની
નથી ખબર તુજનેજ્ તારી દશાની
દશા તારી તુઝને છે ક્યા લઇ જવાની

જવાની ની મસ્તી અમસ્તી થવાની
ગુમાની મા ખસતી આ પસ્તી થવાની
બેખબર તૂ કોશીશ તો કર જાણવાની
જવાની તો તારી જવાની જવાની

સમય છે સમઝ તૂ સમય ના સુકાની
સમય ની પળો બાદ ના આવવાની
જો વીતી ગઇ તારી અમથી જવાની
તો રહેશે નહી તારી નામો નિશાની

સરલ છો સમઝ મન થી કર સમઝ્દારી
બહાદુરી ભરી હો તારી ઇમાનદારી
નમ્રતા થી સ્વીકાર નૈતિક જવાબદારી
આ યૌવન છે કુદરત ના ખોળે આભારી

તો ચલ, આજ તુઁ કઇક એવુ કરીલે
ગુમાની ના આલમ ને તૂ કેળવીલે
સમય છે સમઝ થી સમય ઓળખીલે
ખઁખેર આળસ ને જુસ્સો ભરીલે

ને પછી તો હશે તુ , હૈયે ભલભલાની
તાકત છે તારી, ઇતિહાસ સર્જવાની
ભલે હોય તારી જવાની, જવાની
કહેવતો મા હશે તારી જવાની, મર્દાની. - ભરત મહેતા