Saturday, August 30, 2008

ઝાડ્વા ની દુકાન્

ઝાડવા યે માંડી છે છાંયડા ની દુકાન ,
ધંધા મા રોકી છે , સઘડી એ મુડી
જે છે એના ફળ , ફુલ અને પાન

ધંધાના સરવાળા ન જાણે ઝાડવુ
ના જાણે એ કેમ ચલાવે છે પોતાનો કારભાર્
આવનાર માગે છે ચપટી ભર છાંયડો
અને એ તો આપે છે ખોબાભરી ટાઢ્ક છાંયાદાર

ક્યારેક પાનખર ના માર , તો ક્યારેક ઠંડી ગરમી વરસાદ નો ભાર
લુટાય્ તો છે એની મુડી, પણ એણે મન, સંતોષ્ પારાવાર
સહન શક્તી મા મહાન આપે છે સમર્પણ નો સાર
કહે છે કે હે માનવી, બન સમઝ્દાર , જાગૃત કર પ્યાર
હુ જેમ લુટાવુ છુ મારી મુડી ની હુંફ છાંયાદાર
તુ પણ ભુલી વેરે ઝેર, આપ માનવતારુપી છાંયા ના અણસાર

પણ આજ કોઇને સમય ક્યાં છે ?
માનવતા ની એ મહેક ક્યાં છે ?
ઝાડવા ની દુકાન મા કોઇને રસ ક્યાં છે ?
ઝાડવા નો તો ચાલતો રહેશે વેપાર ,
આ માનવી ને ઝાડવા ની ઝરુર ક્યાં છે ?

આ માનવી ને ઝાડવા ની ઝરુર ક્યાં છે ?
જો લાગે આ શબ્દો કોઇ તીર જેવા તમને
મન બનાવે વ્યાકુળ્ અને ચુભન આપે તમને
તો હાથ જોડી વિનતી છે આટ્લી સહુને,
કે ઝાડવુ બની છાંયડો તમે આપજો માનવીને,

માનવાતા નો છાંયડો તમને બનાવશે મહાન
કેમ કે ઝાડવા યે માંડી છે છાંયડા ની દુકાન .

1 comment:

વિશ્વાસ said...

જય શ્રીકૃષ્ણ ભરતભાઈ,

આપે મનના વિશ્વાસનિ મુલાકાત લીધી તે બદલ આભાર.
ખરેખર આ રચના ઝાડવાની દુકાન ખુબ જ સરસ છે,
શું આ આપની રચના છે ? અથવા તેના રચયિતાનું નામ જરૂરથી જણાવશો, અને સમય આવ્યે આ રચના મારા બ્લોગ પર હું મુકી શકું તેની પરવાનગી પણ આપશો.

આપનો ડો.હિતેશ ચૌહાણ
http://drmanwish.wordpress.com/