Saturday, August 30, 2008

તારી જવાની

આ મસ્તી મા સસ્તી થતી ઝિઁદગાની
આ મસ્તી મા ચક્ચૂર તારી જવાની
નથી ખબર તુજનેજ્ તારી દશાની
દશા તારી તુઝને છે ક્યા લઇ જવાની

જવાની ની મસ્તી અમસ્તી થવાની
ગુમાની મા ખસતી આ પસ્તી થવાની
બેખબર તૂ કોશીશ તો કર જાણવાની
જવાની તો તારી જવાની જવાની

સમય છે સમઝ તૂ સમય ના સુકાની
સમય ની પળો બાદ ના આવવાની
જો વીતી ગઇ તારી અમથી જવાની
તો રહેશે નહી તારી નામો નિશાની

સરલ છો સમઝ મન થી કર સમઝ્દારી
બહાદુરી ભરી હો તારી ઇમાનદારી
નમ્રતા થી સ્વીકાર નૈતિક જવાબદારી
આ યૌવન છે કુદરત ના ખોળે આભારી

તો ચલ, આજ તુઁ કઇક એવુ કરીલે
ગુમાની ના આલમ ને તૂ કેળવીલે
સમય છે સમઝ થી સમય ઓળખીલે
ખઁખેર આળસ ને જુસ્સો ભરીલે

ને પછી તો હશે તુ , હૈયે ભલભલાની
તાકત છે તારી, ઇતિહાસ સર્જવાની
ભલે હોય તારી જવાની, જવાની
કહેવતો મા હશે તારી જવાની, મર્દાની. - ભરત મહેતા

1 comment:

ધવલ નવનીત said...

ખુબ સુંદર ...ભાઈ !!