Saturday, June 27, 2015

દાદાને રિઝવવા છે આજ

કોઈ જબ રાહ ના પાયે...

ભવિભાવે ભાવના ભણાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ.. (ભાવનાની રાત આવી આજ)

તાળીયોના તાલ રે પુરાવો, મારા નાથને વધાવો
હ્રિદયમા પધરાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

સુખકારી પ્રભુના વંદન, ઉપકારી પ્રભુનુ શાશન
અરિહંત શરણામા શિવસુખ ધામ,
ભવોભવના ફેરાને મળતા વિશ્રામ
આવો આજે વાજિન્ત્રો વગડાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

આજ બની પ્રભુના રહિયે, સાથે મળી દાદાને કહિયે
નાથ તૂ અમારો છે તારો અમને સાથ
સાથ રહી અમને ના કરતો અનાથ
એક વાર ધૂન રે મચાવો, હ્રદયનો હેત વહાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

નિત અવસર નથી રે મળતો, દેવ આવો નથી રે જડતો
આજ આવ્યો અવસર આ પુણ્યની છે વાત
વિતીજાય અમસ્તી ના જિન્દગીની રાત
આસો પાલવ તોરણ બંધાવો, રંગોળીયો કરાવો
તમે દિવડા પ્રગટાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

ભવિભાવે ભાવના ભણાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

No comments: