Monday, June 15, 2015

જાઉ બલિહારી

રામ કરે ઐસા....

પ્રતિમા તારી હો...
પ્રતિમા તારી કામણગારી, મનડુ જાયે વારી વારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

પ્રતિમા તારી હો...
પ્રતિમા તારી કામણગારી, મનડુ જાયે વારી વારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

જગમગતા નયનોમા અમીરસ ઝરણા, વરસંતી પ્રેમે કરુણા
ટમટમતા ભાલ તિલક તેજ સુવર્ણા, શોભંતા રાજ સલુણા
એક નઝર લઈ હું ઉતારી ,
હે ઉપકારી નાથ તને હું, વારી વારી જાઉ બલિહારી
પ્રતિમા તારી કામણગારી, મને લાગે પ્યારી પ્યારી હો..

સેવક હું, માલિક તુ, તુ મારો સ્વામી, વિનતી કરું અંતરયામી
ભાવ કરું, આસ ધરું, મુક્તિ ચાહું, સ્વીકારો મુઝને સ્વામી
એક વખત હૈયે પધારી
કરુણા કરજો, અરજી સ્વીકારી, હે ઉપકારી, જાઉ બલિહારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

નિશદિન હુ ભજનોમા ગુણલા ગાઉ,  ગીતોમા તુઝને મનાવુ
સેવકનુ માન રહે એવુ ચાહુ, આતમને ખુબ મનાવુ
એક ખબર લેજે અમારી
તરણેતરનો થઈ ને સહારો, એક દિવસ બસ લેજે ઉગારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

પ્રતિમા તારી કામણગારી, મનડુ જાયે વારી વારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..
જાઉ બલિહારી હો..  બલિહારી હો..

No comments: