Monday, June 15, 2015

રાહબર બની રહેજો

સુહાની ચાંદની રાતેં...

તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો
ધરું પુષ્પો હું ચરણોમા, મહેક પુષ્પોતણી દેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો.

થયા જ્યાં ન્યાયના પાલન ત્યા સુખ છલકાતા દેખાયા..
થયા જ્યાં ન્યાયના પાલન ત્યા સુખ છલકાતા દેખાયા
કરુણાને દયા જ્યાં છે ત્યાં સુખ સંતોષ મહેકાયા
છે શત્રુ કામ ક્રોધાદિ તે મુઝ્થી દૂર કરી દેજો
હું પ્રાર્થુ છું મને ઈશ્વર સરળતાની સમઝ દેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો.

હું પાપો થી ડરું ભય લાગતુ પરિણામનુ મુઝને...
હું પાપો થી ડરું ભય લાગતુ પરિણામનુ મુઝને
થશે શું અંતકાળે કોણ જાણે, શું થશે મુઝને
રહું સક્ષમ હુ સેવામા મુઝમા બળ ભરી દેજો
કરું હરપળ તને હુ યાદ મતિ એવી મને દેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો..

No comments: